Home> Sports
Advertisement
Prev
Next

IND vs NZ: ટીમ ઈન્ડિયાની કારમી હારથી વિરાટ કોહલી દુ:ખી થઈ ગયો, જાણો શું કહ્યું?

ટીમ ઈન્ડિયાએ ન્યૂઝીલેન્ડ સામે ટેસ્ટ સિરીઝમાં 0-2થી ક્લીન સ્વીપનો સામનો કરવો પડ્યો. ક્રાઈસ્ટચર્ચમાં રમાયેલી આ બીજી ટેસ્ટ મેચમાં ન્યૂઝીલેન્ડે ભારતીય ટીમને 7 વિકેટે હરાવી. આ મેચ બાદ ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીએ ટીમની હારના કારણો અંગે જણાવ્યું. 

IND vs NZ: ટીમ ઈન્ડિયાની કારમી હારથી વિરાટ કોહલી દુ:ખી થઈ ગયો, જાણો શું કહ્યું?

નવી દિલ્હી: ટીમ ઈન્ડિયાએ ન્યૂઝીલેન્ડ સામે ટેસ્ટ સિરીઝમાં 0-2થી ક્લીન સ્વીપનો સામનો કરવો પડ્યો. ક્રાઈસ્ટચર્ચમાં રમાયેલી આ બીજી ટેસ્ટ મેચમાં ન્યૂઝીલેન્ડે ભારતીય ટીમને 7 વિકેટે હરાવી. આ મેચ બાદ ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીએ ટીમની હારના કારણો અંગે જણાવ્યું. 

fallbacks

મેચ બાદ વિરાટ કોહલીએ કહ્યું કે "મને લાગે છે કે પહેલી મેચમાં આપણા ઈરાદા મજબુત નહતાં. અહીં અમે પહેલા દાવમાં સારી બેટિંગ કરી. અમે અમારી યોજનાને યોગ્ય રીતે લાગુ કરી શક્યા નહીં અને ન્યૂઝીલેન્ડની ટીમ પણ સારું રમી."

IND vs NZ: ભારતે બીજી ટેસ્ટ પણ ગુમાવી, 17 વર્ષ બાદ ન્યૂઝીલેન્ડે 2-0થી ટીમ ઈન્ડિયાને માત આપી

વિરાટે ટીમ ઈન્ડિયાની બેટિંગની નિષ્ફળતાનો ઉલ્લેખ કરતા કહ્યું કે "બેટ્સમેન બોલરો માટે વધુ રન કરી શક્યા નહીં. જ્યારે બેટ્સમેન બોલરોની મહેનતને સપોર્ટ ન કરી શકે ત્યારે તે એક ટીમ તરીકે ખુબ નિરાશાજનક બની રહે છે."

શું ટોસ ભારતની હારનું એક કારણ હતું જેના જવાબમાં વિરાટે કહ્યું કે "ટોસ અંગે વિચારીએ એવી ટીમ અમે નથી. અમે આ ટુર પર કોઈ બહાનું બનાવવા માંગતા નથી. માત્ર શીખવા ઈચ્છીએ છીએ."

જુઓ LIVE TV

વિરાટે આ પ્રવાસમાંથી મળેલા પાઠ અંગે જણાવતા કહ્યું કે "વનડેમાં યુવાઓ આગળ આવે અને રોહિતની ગેરહાજરીમાં અને હું રન ન કરું તો પણ સારું રમે. આપણે સ્વીકારવું પડશે કે આપણે બરાબર નહતાં. આપણે હવે આગળ વધવું પડશે." 

અત્રે જણાવવાનું કે આ મેચમાં ટીમ ઈન્ડિયાએ પહેલા દાવમાં 242 રન બનાવ્યાં. જેના જવાબમાં ન્યૂઝીલેન્ડની ટીમ ફક્ત 235 રન કરી શકી. બીજા દાવમાં ટીમ ઈન્ડિયા 124 રન પર સમેટાઈ જતા મેજબાન ટીમ સરળતાથી જીતી ગઈ. ન્યૂઝીલેન્ડે 132 રનનો ટારગેટ 3 વિકેટ ગુમાવીને પૂરો કર્યો. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More